લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મલેશિયાએ ભારતીય ચલણ સ્વીકારવાની મંજૂરી આપી

ભારતના મોટાભાગના વિદેશી દેશો સાથે સારા સંબંધ રહ્યા છે.ત્યારે ભારત અને મલેશિયા બંને દેશો મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે.જે બંને દેશો વચ્ચે સમયાંતરે ઉચ્ચ સ્તરીય સમિટ પણ થાય છે.ત્યારે આ બંને રાષ્ટ્રો આસિયાન જૂથમાં મહત્વની ભૂમિકા ભજવે છે.જેમા ભારતના વિદેશ મંત્રાલયે ભારત-મલેશિયા વચ્ચેના વેપારને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે.જે માહિતી બંને દેશો વચ્ચેના વેપારના ચલણ સાથે સંબંધિત છે. બંને દેશો વચ્ચેનો વેપાર અન્ય કરન્સી ઉપરાંત રૂપિયામાં પણ થઈ શકશે.આમ અત્યારસુધીમાં વિશ્વના 35 દેશોએ ભારત સાથે રૂપિયામાં વેપાર કરવા સકારાત્મક અભિગમ દાખવ્યો છે.જેમાં રશિયા ઉપરાંત મ્યાનમાર,બાંગ્લાદેશ અને નેપાળ પણ સામેલ છે.