આફ્રિકન દેશોમાંથી દરિયાઈ માર્ગે યુરોપ જતી બોટ અને જહાજો ડૂબી જવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે.ત્યારે વર્તમાનમા 400 લોકોથી ભરેલું જહાજ, જેનું ઇંધણ સમાપ્ત થઈ ગયું છે અને તેના કેપ્ટનની પણ ખબર નથી અને તે માલ્ટા અને લિબિયા વચ્ચે ફસાઈ ગયું છે.ત્યારે આ જહાજ પર સવાર લોકો અપ્રવાસીઓ હોવાનું કહેવાય છે ત્યારે તેમના પર દરિયામાં ડૂબી જવાનુ જોખમ તોળાઈ રહ્યું છે.આમ ભૂમધ્ય સમુદ્રમાં પીડિત નૌકાઓ અને જહાજોનું નિરીક્ષણ કરતી સહાયક સેવા એલાર્મ ફોને જણાવ્યું હતું કે તેઓને ગઈકાલે રાત્રે લિબિયાના તોબ્રુકથી નીકળેલા જહાજ પરથી કોલ આવ્યો હતો.આ જહાજ પર પીડિતો વતી પોતાને બચાવવા માટે વિનંતી કરવામાં આવી હતી.જોકે હજુસુધી તેમના માટે કોઈ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી નથી.જે એલાર્મ ફોન વતી એવુ પણ કહેવામાં આવ્યું છે કે તેણે ભૂમધ્ય સમુદ્રમાં ફસાયેલા જહાજ વિશે સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી.જહાજમાં ઈંધણ સમાપ્ત થઈ ગયું છે અને તેની નીચેની ડેક પાણીથી ભરાઈ ગઈ છે.કેપ્ટન પણ ક્યાંક ગાયબ થઈ ગયો છે અને આ જહાજને ચલાવવા માટે કોઈ બચ્યું નથી.ત્યારે આવી સ્થિતિમા જો લોકોને ડૂબતા જહાજમાંથી વહેલી તકે બચાવવામાં ન આવે તો મોટી હોનારત સર્જાઈ શકે છે.
Error: Server configuration issue
Home / International / માલ્ટા-લીબિયા વચ્ચે જહાજમા અપ્રવાસીઓ સામે ડૂબી જવાનું જોખમ જોવા મળ્યુ
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved