કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહ યોજવા જઇ રહી છે.તેવા સમયે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી આ કાર્યક્રમથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે.ત્યારે તેઓએ પોતાના પ્રતિનિધિને મોકલવાનો નિર્ણય કર્યો છે.જેમાં ટીએમસી સાંસદ કાકોલી ઘોષ દસ્તીદાર બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી વતી કર્ણાટકના આગામી મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.આમ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ અનેક મુખ્યમંત્રીઓ તેમજ પક્ષના નેતાઓને આમંત્રણ પાઠવ્યા છે અને તેમને વ્યક્તિગત રીતે આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે.જેમાં તેઓએ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિન,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી,બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ,એનસીપીના અધ્યક્ષ શરદ પવાર,મહા રાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું છે.આ સિવાય નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.બીજીબાજુ ઝાર ખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન,સીપીઆઈ-એમના મહાસચિવ સીતારામ યેચુરી,સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે જેડી(યુ)ના પ્રવક્તા રાજીવ રંજનને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે.ખડગેએ સીપીઆઈના જનરલ સેક્રેટરી ડી.રાજાને ફોન કર્યો છે.ત્યારે તેઓ હાજરી આપે તેવી શક્યતા વધુ જોવા મળી રહી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved