લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મન કી બાતના 100માં એપિસોડ અંગે ભાજપે મેગા પ્લાન જાહેર કર્યો

પીએમ નરેન્દ્ર મોદીનો રેડિયો શો મન કી બાતના 100 એપિસોડ પૂરા થઈ રહ્યા છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ અવસર પર મેગા પ્લાન તૈયાર કર્યો છે.જેમાં એક લાખથી વધુ બૂથો પર તેનું લાઈવ પ્રસારણ સંભળાવવાની યોજના બનાવવામાં આવી છે.જે અંગે બીજેપી ઈચ્છે છે કે સમગ્ર વિશ્વમાં પીએમ મોદીના મન કી બાતના 100માં એપિસોડનું પ્રસારણ કરવામાં આવે.ત્યારે આ એપિસોડના અવસર પર ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતાઓ પણ સાથે હશે.જેમાં દરેક લોકસભા મતવિસ્તારમાં 100 જગ્યાએ 100 લોકો મન કી બાત કાર્યક્રમ સાંભળશે.આ પ્રસંગે પદ્મભૂષણ અને પદ્મશ્રીથી સન્માનિત લોકોનું પણ સન્માન કરવામાં આવશે જેનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં કર્યો છે.આમ પીએમ મોદીના મન કી બાતનું પ્રસારણ ગત 3 ઓક્ટોબર 2014ના રોજ દશેરાના અવસર પર શરૂ થયું હતું.ત્યારે આ કાર્યક્રમના 100મા એપિસોડના અવસરને યાદગાર બનાવવા માટે ઓલ ઈન્ડિયા રેડિયોએ પીએમ મોદીના પસંદગીના વાક્યનો સમાવેશ કરીને કાર્યક્રમ તૈયાર કર્યો છે.