લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / માંડવીની રૂકમાવતી નદીમા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ

ગુજરાતના માંડવીમા અનેક જાહેર સ્થળોએ ગંદકી જોવા મળી રહી છે.ત્યારે શહેરની ઓળખસમી રૂકમાવતી નદીના કિનારે વ્યાપકપણે ગંદકી જોવા મળી રહી છે.ત્યારે નદીના પટમાં સફાઈના અભાવે પુષ્કળ કચરો સર્જાયેલો રહે છે.બીજીતરફ માંડવી બીચ આસપાસ તેમજ ભીડ ગેટ પાસેના જાહેર શૌચાલયમાં પણ અગમ્ય માહોલ રહેતો હોવાની ફરિયાદ લોકો તરફથી મળી હતી.તેવા સમયે શહેરને સ્વચ્છ અને સલામત બનાવી રાખવા તંત્ર અને સ્થાનિક લોકોને સફાઈ રાખવાની અપીલ સાથે માંડવીના સામાજિક કાર્યકરે જણાવ્યું હતું કે સફાઈની વાત કરવામાં આવે તો શહેરની સાન ગણાતી રૂકમાવતી નદીના પટમાં પ્રતિદિન ગંદકીમાં વધારો થઈ રહ્યો છે.આ સિવાય નદીકિનારે આવેલા હનુમાનજી મંદિરે દર્શને આવતા ભાવિકો અને વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂરોના પરિજનોને કૂતરાઓનો ભય રહે છે.ત્યારે આ સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સજાગ બને તેવી માંગ કરવામા આવી હતી.