લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મણિપુરના ચુરાચાંદપુરની સરકારી ઈમારતમાં આગચંપી કરાઇ

મણિપુરના હિંસા પ્રભાવિત ચુરાચાંદપુરની સરકારી ઈમારતમાં અજાણ્યા શખ્સોએ આગ લગાવી દીધી હતી.ત્યારે આ ઘટના બાદ જિલ્લામાં શનિવારથી રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવામા આવ્યો છે.જેમા લોકોના એક જૂથે અડધી રાતે તુઈબોંગ વિસ્તારમાં રેન્જ વન અધિકારીના કાર્યાલયની ઈમારતમાં આગ લગાવી દીધી.ત્યારે આ આગને ઓલવવા માટે ફાયર વિભાગની ઘણી ગાડીઓને બોલાવવામાં આવી હતી.જેમાં પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં લાખોની સંપત્તિ નષ્ટ થઈ ગઈ અને કાર્યાલયના અમુક દસ્તાવેજો પણ સળગી ગયા હતા.ત્યારે જિલ્લામાં શનિવાર સાંજે 5 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લગાવી દેવાયો છે.આ સિવાય જિલ્લામાં સીઆરપીસીની કલમ 144 લાગુ થઈ ગઈ છે અને મોબાઈલ ઈન્ટરનેટ સેવા પણ બંધ કરાઇ છે.ચુરાચાંદપુર કસ્બામાં પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓની વચ્ચે અથડામણ થઈ હતી.ત્યારે પોલીસે ભીડને દૂર કરવા માટે લાઠી,ટીયર ગેસ અને રબરની ગોળીઓનો ઉપયોગ કર્યો હતો.