લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મણિપુર હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મણિપુરના પ્રવાસે છે.ત્યારે આ દરમિયાન તેમણે કહ્યુ હતું કે જ્યારથી મણિપુરમાં બીજેપીની ડબલ એન્જિન સરકાર બની છે ત્યારથી રાજ્ય વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.પરંતુ ભૂતકાળમાં બનેલી હિંસક ઘટનાઓમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.અમે મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છીએ.આ હિંસાની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા કરવામાં આવશે.આ હિંસાની તપાસ માટે એક શાંતિ સમિતિની રચના કરવામાં આવી રહી છે.ત્યારે હિંસામા મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને કેન્દ્ર સરકાર દ્વારા રૂ.5 લાખ અને મણિપુર સરકાર દ્વારા રૂ.5 લાખ આપવામાં આવશે.આ રકમ ડીબીટી દ્વારા સીધા પીડિતોને ટ્રાન્સફર કરવામાં આવશે.