લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મંજુસર-વડોદરા હાઇવે પર બે અકસ્માતોમાં બે વ્યક્તિના મોત થયા

સાવલી-વડોદરા હાઈવે પર બે માર્ગ અકસ્માતોમાં બે યુવાનોના મોત થયા હતા.જેમા સાવલી તાલુકાના બહુધા ગામમાં અંબે માતાવાળા ફળિયામાં રહેતા નટુભાઈ મોહનભાઈ ચૌહાણ લસુન્દ્રાથી પોતાના ગામ તરફ જતા હતા ત્યારે સામેથી આવતી બાઈકે ટક્કર મારતા નટુભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.ત્યારબાદ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ટૂંકી સારવાર દરમિયાન તેમનુ મોત થયુ હતું.આ સિવાય અન્ય એક બનાવમાં વડોદરાના આજવારોડ શ્રી હરી ટાઉનશીપમાં રહેતા અમિત મહાવીરપ્રસાદ સિંહાગ નામનો યુવાન મંજુસરથી વડોદરા જતો હતો.ત્યારે આસોજ બ્રિજ પર બાઈક સ્લીપ થઈ જતાં ગંભીર ઈજા થવાથી તેનું મોત થયું હતું.