કેરળ સ્થિત નોન બેકિંગ ફાઇનાન્સ કંપની મણપ્પુરમના એમ.ડી અને સીઇઓ વી.પી નંદાકુમારની રૂ.143 કરોડની મિલકતો ફ્રીઝ કરવામાં આવી છે.જેમાં કંપનીના હેડકવાર્ટર સહિત થ્રિસુરના 6 પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.જેમાં જાહેર જનતા પાસેથી ગેરકાયદે ડિપોઝીટ એક્ત્ર કરવા બદલ તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.જેઓએ ગેરકાયદે ડાયવર્ટ કરેલી રકમ પોતાના નામે તથા પત્ની અને બાળકોના નામે સ્થિર મિલકતો ખરીદી હતી અને મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના શેરોમાં રોકાણ કર્યુ હતું.જેના પુરાવા મળ્યા પછી ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડીએ વી.પી નંદાકુમારની મિલકતો ફ્રીઝ કરી હતી.જે ફ્રીઝ કરવામા આવેલી મિલકતોમાં 8 બેંક ખાતામાં જમા રકમ,લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણ તેમજ મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના શેરોનો સમાવેશ થાય છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved