લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / માનુષી છિલ્લર અજય દેવગણ સાથે આગામી ફિલ્મમાં જોવા મળશે

કોરોના વાયરસના કારણે કરાયેલા લોકડાઉન દરમિયાન યશરાજ બેનર એક સુપરહીરો ફિલ્મની યોજના કરી રહ્યું છે.જેમાં અજય દેવગણ મુખ્ય રોલમાં જોવા મળવાનો છે.આ સુપરહીરો ફિલ્મથી ચંકી પાંડેનો ભત્રીજો અહાન પાંડે બોલીવૂડમાં ડેબ્યુ કરી રહ્યો છે.આ સિવાય માનુષી છિલ્લરે બોલીવૂડમાં કારકિર્દીની શરૂઆત યશરાજ બેનર સાથે કરી છે.જેમા તેણે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજથી હિંદી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે.આ ઉપરાંત માનુષીએ વિક્કી કૌશલ સાથે એક ફિલમ યશરાજ બેનર સાથે સાઇન કરી છે. ત્યારે તેણે આ બેનર સાથે ત્રીજી ફિલ્મ સાઇન કરી છે.જેમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.