લેહના ચાંગલા એક્સિસમાં ભારે હિમવર્ષાથી ફસાયેલા મુસાફરોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.જેમા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફસાયેલા હોવાથી પોલીસ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.જેમા લદ્દાખ પોલીસની યુ.ટી.ડી.આર.એફની રેસ્ક્યુ ટીમ ઉપરાંત આર્મી અને ગ્રીફ રેસ્ક્યુ ટીમે બચાવ કામગીરીમાં સક્રિયપણે ભાગ લીધો હતો.ચાંગલા ટોપ પર ભારે હિમવર્ષાના કારણે ટેક્સી અને ખાનગી કાર સહિત અનેક વાહનો અટવાઈ ગયા હતા.જેમા ખરાબ હવામાન અને તૂટક તૂટક હિમવર્ષા,રસ્તા પર બરફ પથરાયેલી સ્થિતિને કારણે સર્જાયેલી કટોકટીના પ્રતિભાવમાં,ખારુ અને તાંગસ્તે પોલીસ સ્ટેશનની પોલીસ ટીમો ઝડપથી ચાંગલા ટોપ તરફ આગળ વધી હતી અને ફસાયેલા મુસાફરોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં મહિલાઓ,બાળકો અને પ્રવાસીઓ અને સ્વ-ડ્રાઇવિંગ કારવાળા લોકોને પોલીસ વાહનો અને સ્થાનિક ટેક્સીઓમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved