લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / માર્ચ માસમાં રિટેલ ફુગાવો નીચલા સ્તરે જોવા મળ્યો

માર્ચ માસમાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.66 ટકા થઈ ગયો છે.જે ડિસેમ્બર 2021 પછીનો સૌથી નીચેના સ્તરે છે.આ અગાઉ ફેબ્રુઆરીમાં રિટેલ ફુગાવાનો દર 6.44 ટકા હતો આ દરમિયાન ખાદ્યપદાર્થોનો મોંઘવારી દર નીચે આવ્યો છે જે ઘટીને 4.79 ટકા થઈ ગયો છે,જે ફેબ્રુઆરી 2023મા 5.95 ટકા થયો હતો.આમ માર્ચ મહિનામા મોંઘવારી ઘટવાનું મુખ્ય કારણ ખાદ્યતેલ,શાકભાજી,માંસ અને માછલી સહિતના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.આ સિવાય ઈંડા,દૂધ,ફળો અને કઠોળનો મોંઘવારી દર સિંગલ ડિજિટમાં રહ્યો છે.આ કારણે માર્ચ મહિનામાં ખાદ્યવસ્તુનો મોંઘવારી દર 5.11 ટકા રહ્યો હતો.આ સિવાય કપડા-પગરખા,ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર પણ સિંગલ ડિજિટમાં રહ્યો છે.જેની અસર ફુગાવાના આંકડાઓમાં જોવા મળી રહી છે.