લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મહેસાણા જિલ્લાના 66 ગામોના તળાવ ફરતે વૃક્ષો વાવવામાં આવશે

મહેસાણા જિલ્લા પંચાયત ખાતે પ્રથમ કારોબારી બેઠક મળી હતી.જેમાં 7 કામોને સર્વાનુમત્તે મંજૂર કરાયા હતા.આ સાથે જિલ્લાના 66 ગામોના તળાવોને ફરતે વૃક્ષો ઉછેરવાનો નિર્ણય લેવાયો હતો.આમ ડીડીઓ એમ.વાય.દક્ષિણી અને કારોબારી ચેરમેન હરીભાઇ ચોધરીના અધ્યક્ષસ્થાને જિ.પં.હોલમાં પ્રથમ કારોબારી બેઠક મળી હતી.આ સિવાય મારૂ ગામ કોરોનામુક્ત ગામ યોજના માટે ગ્રામ પંચાયત અને આશાબહેન દીઠ 5-5 મેડિકલ કીટ પ્રમાણે 600 ગ્રામપંચાયતોને રૂ.9ના ખર્ચે 6 હજાર કીટ આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમજ પંચાયતના એન્જીનીયરીંગ શાખાના રોજમદાર સ્વ.હિંમતસિંહ એમ.ચાવડાને ઉચ્ચતર પગારપેટે ચૂકવેલા રૂ.98,603ને વહિવટી મંજૂરી અપાઇ હતી.