લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મણિપુરના પાટનગરમાં આતંકવાદીઓએ ગામો પર હુમલો કર્યો

મણિપુરની રાજધાની ઇમ્ફાલના પશ્ચિમ જિલ્લામાં રાત્રે બોમ્બ અને હથિયારોથી સજ્જ શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ બે ગામો પર હુમલો કરતાં ઓછામાં ઓછા 15 લોકો ઘાયલ થયા હતા.ત્યારે આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે ફાયેંગ અને કાંગચુપ ચિંગખોંગ ગામમાં તૈનાત રાજ્ય પોલીસ અને મણિપુર રાઈફલ્સના જવાનોએ જવાબી કાર્યવાહી કરી હતી.આમ બંને પક્ષો વચ્ચે 4 કલાકથી વધુ ગોળીબાર ચાલ્યો અને ત્યારબાદ આતંકવાદીઓ નજીકની પહાડીઓ તરફ નાસી ગયા હતા.જેમા ઘાયલોને ઇમ્ફાલની પ્રાદેશિક તબીબી વિજ્ઞાન સંસ્થાન અને રાજ મેડિસિટીમાં દાખલ કરવામાં આવ્યા છે,જેમાં બે ઘાયલોની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે.