લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મોચા વાવાઝોડુ આગામી 8મીએ શક્તિશાળી બનશે

વર્ષ 2023માં સતત બદલાતી મોસમમા પ્રી-મોનસુન એકટીવીટીનો પ્રારંભ થયો છે.ત્યારે મોચા વાવાઝોડુ જે બંગાળના અખાતના દક્ષિણ-પુર્વીય ક્ષેત્રમાં સપ્તાહના અંતે સર્જનાર છે.ત્યારે તેની અસર હેઠળ આંધ્રપ્રદેશના કાઠાળ સહિતના ક્ષેત્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.જેમાં ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ સાયકલોનીક સ્ટ્રોમ બંગાળના અખાતમાં તા.6ના રોજ સર્જાશે અને તાત્યારબાદ આગામી 8 સુધીમાં ડીપ્રેશનના સ્વરૂપમાં ફરવાશે અને તે બાદ ઉતરીય દિશા ભણી આગળ વધશે.