લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મોદી સરકારના રાજ્યમંત્રીનો વિભાગ બદલાયો

વર્તમાન સમયમાં મોદી કેબિનેટમાં સતત ફેરફારો થઇ રહ્યા છે.જેમાં કિરેન રિજિજુ પાસેથી કાયદા મંત્રાલય સંભાળ્યા બાદ તેમના નાયબ મંત્રીને પણ કાયદા મંત્રાલયમાંથી હટાવી દેવામાં આવ્યા છે.જેમાં રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ પર રાજ્યમંત્રી એસ.પી.સિંહ બઘેલના વિભાગને બદલી દીધો છે.તેઓ કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રીના સ્થાનેથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકેની નવી જવાબદારી સંભાળશે.