માર્ચમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદને પગલે તાપમાનમાં ઘટાડો થતાં ગરમીની મોસમના કપડા,ખાદ્યપદાર્થો,ફ્રીજ તથા એસી જેવા સાધનોના વેચાણમા વધારો થવાની અપેક્ષાએ વર્તમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આમ આ વર્ષે અલનિનોની અસરને કારણે ઉનાળો લંબાઈ જવાની શકયતા નકારાઇ શકાતી નથી,પરંતુ ફ્રીજ તથા એસીની વેચાણ વૃદ્ધિ એપ્રિલ-મેમાં દેશમાં વાતાવરણ કેવું રહે છે તેના પર આધાર રાખશે.કલાયમેટ ચેન્જની સ્થિતિમાં દેશના વાતાવરણમાં ભારે અનિશ્ચિતતા જોવા મળી રહી છે.જેને લઈ ઠંડાપીણાં તથા આઈસક્રીમ જેવા પ્રોડકટસના ઉત્પાદનમાં સાવચેતીભર્યો વધારો કરવાનો વારો આવ્યો છે.વર્તમાન વર્ષના માર્ચના બીજા પખવાડિયામાં એસીનું વેચાણ ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ 20 થી 22 ટકા નીચું રહ્યાનુ જણાવ્યું હતું.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved