લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અનિયમિત ચોમાસાથી ડુંગળીના ભાવમાં વધારો થવાની શકયતાઓ

આ વર્ષે ચોમાસુ અનિયમિત જતા ડુંગળીમાં ફરી એકવાર ભાવવધારો થવાની શકયતાઓ વર્તાઇ રહી છે. આમ ભારતમાં દર મહિને સરેરાશ 13 લાખ ટન ડુંગળીની ખપત થાય છે ત્યારે આ વર્ષે ખરીફ પાકમાં આવક મોડી થતા તેમજ તૌકતે વાવાઝોડાને કારણે બફર સ્ટોકની અછતને કારણે ડુંગળીની કિંમતમાં વધારો થવાની શકયતાઓ છે. દેશમાં કુલ ખરીફ ડુંગળી ઉત્પાદનમાં 75 ટકા હિસ્સો મહારાષ્ટ્ર,કર્ણાટક અને આંધ્રપ્રદેશનો હોય છે. જેમાં વર્ષ 2018ની તુલનાએ આ વર્ષ ડુંગળીના ભાવમાં 100 ટકાનો વધારો થવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તૌકતેને કારણે ડુંગળીમાં ભીનાશ આવી જતા સ્ટોકમાં રહેલ ડુંગળીની શેલ્ફ લાઇફ ઘટતા લાંબો સમય સારી નહીં રહી શકે,આંધ્રપ્રદેશના 17 ટકા વધુ વરસાદને કારણે ડુંગળીની 70 ટકા રોપણી થઇ ચુકી છે.