ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગયા વર્ષે ઓનલાઈન કોર્ષની જાહેરાત કરવામાં આવી હતી.ત્યારે આ માટે આગામી સમયથી એડમિશન પ્રક્રિયા શરૂ થશે.જેમાં આગામી 1 જૂનથી ઓનલાઈન કોર્ષમાં અલગ-અલગ 6 કોર્ષ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.આ કોર્ષ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી પશ્ચિમ ભારતની પ્રથમ યુનિવર્સિટી હશે.જેના વિદ્યાર્થીઓ વિશ્વના કોઈપણ ખૂણે બેઠા-બેઠા ગુજરાત યુનિ વર્સિટીનાં કોર્ષ ઓનલાઇન ભણી શકશે.આ કોર્ષમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ ઓનલાઇન રહેશે.જેમાં ઉંમરની કોઈપણ મર્યાદા રાખ વામાં આવી નથી.જેથી કોઈપણ વયના વ્યક્તિ આ કોર્ષ ભણી શકશે.ગુજરાત યુનિવર્સિટીમાં આગામી સમયથી બી.એ,એમ.એ,બી. કોમ, એમ.કોમ,એમ.એસ.સી મેથેમેટિક્સ,આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સહિતના કોર્ષ ઓનલાઇન ભણાવવામાં આવશે. આ સિવાય 25થી વધુ ડિપ્લોમા કોર્ષ અને 30થી વધુ સર્ટિફિકેટ કોર્ષ ભણાવવામાં આવશે.આ કોર્ષમાં વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણેથી બેઠા-બેઠા ભણી શકશે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved