મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.જે બસમાં 50થી વધુ યાત્રિકો મુસાફરી કરી રહ્યા હતા.જેમાં વહેલી સવારે ડ્રાઇવરને ઝોકું આવતા બસ પુલ પરથી નીચે પડી હતી અને તેમાં મુસાફરી કરી રહેલા 24 મુસાફરોના કરૂણ મૃત્યુ થયા હતા.ત્યારે પૂજ્ય મોરારીબાપુએ આ તમામ હતભાગી મુસાફરોના પરિવારજનોને પ્રત્યેકને રૂ.11000 લેખે કુલ રૂ.2,64,000ની હનુમંત પ્રસાદી અર્પણ કરી છે.આ તમામ મુસાફરોના પરિજનોને શ્રી ચિત્રકૂટ ધામ ટ્રસ્ટ તલગાજરડા તરફથી તેમના બેંક ખાતામાં સહાયની રકમ મોકલી આપવામાં આવશે.પૂજ્ય મોરારિબાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે શ્રી હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે અને તેમનાં સ્વજનોને દિલસોજી પાઠવી છે.