લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / એમ.એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ એફવાયના ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકશે

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનુ પરિણામ જાહેર કરી દેવાયા બાદ એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એફવાયબીએસસીની પ્રવેશ કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે.જેમાં 4 મેથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે જે ફોર્મ ભરવાની કાર્યવાહી આગામી 3 જૂન સુધી ચાલુ રહેશે જ્યારે આગામી 10 જૂનના રોજ જનરલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે.ત્યારબાદ 18 તારીખે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનુ લિસ્ટ જાહેર કરવામાં આવશે.જેના પ્રથમ રાઉન્ડમાં ઓનલાઈન પધ્ધતિથી પ્રવેશ અપાશે ત્યારપછી 29 અને 30 જૂનના રોજ બીજા રાઉન્ડમાં ઓફલાઈન પધ્ધતિથી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.જ્યારે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહથી એફવાયબીએસસીનુ શિક્ષણ શરૂ કરી દેવામાં આવશે.સાયન્સમાં એફવાયબીએસસીની ગ્રાન્ટ ઈન એઈડની 1200 જેટલી બેઠકો છે.પાદરા કોલેજમાં 420 બેઠકો પર હાયર પેમેન્ટ પધ્ધતિથી પ્રવેશ આપવામાં આવે છે.ત્યારે હાયર પેમેન્ટ બેઠકો પર કેમેસ્ટ્રી અને માઈક્રોબાયોલોજી વિષયની બેઠકો સિવાય ફિઝિકસ,બોટની,ઝૂલોજી સહિતના વિષયોની બેઠકો ખાલી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.