લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / દેશના ઉધોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી એશિયામાં ટોચના સ્થાને જોવા મળ્યા

દેશના ટોચના ઉદ્યોગપતિઓમાં અંબાણી જૂથના મુકેશ અંબાણી અને અદાણી જૂથના ગૌતમ અદાણીનો ટોચના ક્રમે છે.જેમાં અદાણી ગ્રૂપના સ્થાપક અને પ્રમોટર ગૌતમ અદાણી બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સમાં બીજે ક્રમે પહોંચી ગયા છે.આમ ગૌતમ અદાણી વિશ્વના 14માં ક્રમના,જ્યારે મુકેશ અંબાણી 13માં ક્રમે છે.બ્લુમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર મુકેશ અંબાણીની નેટવર્થ 76.3 બિલિયન ડોલર છે.જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 67.8 બિલિયન ડોલર છે.આમ અદાણીની નેટવર્થ એક જ વર્ષમાં 33.8 બિલિયન વધીને 100 ટકા કરતાં પણ વધી હતી.ગૌતમ અદાણીએ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની સ્થાપના કરી હતી.જે દેશનું સૌથી વિશાળ ખાનગી પોર્ટ ઓપરેટર છે.ત્યારે આ બિઝનેસને મજબૂત કરવા માટે અદાણી પોર્ટે તાજેતરમાં દેશના ઇસ્ટર્ન કોસ્ટ પર આંધ્રમાં કૃષ્ણપટ્ટનમ અને ગંગાવરમ પોર્ટ હસ્તગત કર્યા હતા.આમ બંદરથી માંડીને ઉર્જા ઉત્પાદનના ઉદ્યોગમાં અદાણી પોર્ટ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કંપનીએ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 285 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.