ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી પાસે એક એકથી ચઢિયાતી કારોનો કાફલો છે.તેમાં વધુ એક કારનો ઉમેરો થયો છે.જે કેડિલેક એસ્કેલેડ નામની કારનો ઉપયોગ અમેરિકન રાષ્ટ્રપતિ માટે પણ કરવામાં આવે છે.જે કારને હાલતો ચાલતો સિનેમા હોલ પણ કહી શકાય તેમ છે.કારણકે તેમાં ત્રણ સ્ક્રીન છે અને તેનો ડિસ્પલે 38 ઈંચના સ્માર્ટ ટીવી કરતા પણ વધુ સારો છે.આ સિવાય 36 સ્પીકર ઓડિયો સિસ્ટમથી કારને સજ્જ કરવામાં આવી છે.આ સિવાય કારમાં બીજી પણ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ કાર સેલ્ફ ડ્રાઈવિંગ ટેકનોલોજીથી પણ સજ્જ છે.જે સૌથી સુરક્ષિત ટેકનોલોજી માનવામાં આવે છે.કારમાં સંખ્યાબંધ કેમેરા ફિટ કરાયા છે.જે કારની આસપાસના દ્રશ્યો રજૂ કરે છે.સેલ્ફ ડ્રાઈવિંગ માટે ઓટોલેન ચેન્જ,લેનચેન્જ એલર્ટ અને કોલાઈઝન એલર્ટ જેવા ફિચર્સ છે.ભારતમાં તે રૂ.1.3 કરોડથી 1.7 કરોડની વચ્ચે ખરીદી શકાય છે.અમેરિકન રાષ્ટ્રપતી પણ આ કારમા મુસાફરી કરતા હોય છે.હોલીવૂડ સ્ટાર્સની પણ આ ફેવરિટ કાર છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved