બૃહદ મુંબઈ ઈલેકટ્રીક સપ્લાઈ એન્ડ ટ્રાન્સપોર્ટએ પોતાની બસોમાં મુસાફરી કરવા દરમિયાન લોકોને મોબાઈલ ફોન પર ઉંચા અવાજે વાતચીત કરવા અને હેડફોન વગર મોબાઈલ ઉપકરણો પર ઓડિયો-વિડીયો જોવા પર પ્રતિબંધ મુકી દીધો છે.જે બેસ્ટની બસમાં રોજ 30 લાખ લોકો મુસાફરી કરે છે.ત્યારે સહયાત્રીઓને અસુવિધાથી બચાવવા માટે નગર પરિવહન નિગમે આ પ્રકારનો નિર્ણય લીધો છે.જેમાં નવા નિયમો હેઠળ, બેસ્ટ બસોમાં યાત્રા કરનાર તમામ મુસાફરોએ પોતાના મોબાઈલ પર વિડીયો દેખતી કે ઓડીયો સાંભળતી વખતે હેડફોનનો ઉપયોગ કરવો જરૂરી છે.આમ બેસ્ટ ઉપક્રમની પાસે લગભગ 3400 જેટલી બસો છે,જે મુંબઈ,થાણે,નવી મુંબઈ અને મીરા ભાયંદર શહેરોમાં જાહેર પરિવહન સેવા પ્રદાન કરે છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved