લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબાદેવી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે

મુંબાદેવી મંદિરમાં આવતા દર્શનાર્થીઓને વધુ સગવડ આપવા તેમજ પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા મુંબાદેવી ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવશે.જે મંદિરનુ કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મંદિરના ધોરણે નવીનીકરણ કરાશે.મુંબાદેવી મુંબઈનુ અતિ પ્રાચીન મંદિર છે અને સ્થાનિકો તેમાં શ્રદ્ધા,વિશ્વાસ અને ભક્તિની ભાવના ધરાવે છે.જે મંદિરની આસપાસનો વિસ્તાર ગીચ અને ટ્રાફિકગ્રસ્ત છે. આ સિવાય પ્રવાસીઓને આવવાની તેમજ વાહન પાર્ક કરવાની તકલીફ પડતી હોય છે.આ ઉપરાંત તહેવારો દરમ્યાન દર્શનાર્થીઓની સંખ્યા માટે પૂરતી જગ્યા નથી હોતી.જેમાં નવીનીકરણ પછી દર્શનાર્થીઓ માટે રાહ જોવાની પૂરતી જગ્યા મળી રહેશે તેમજ વાહનો માટે પાર્કિંગની જગ્યા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આ સિવાય આસપાસના સંકુલમાં શૌચાલય,વોશરૂમ,પીવાનું સ્વચ્છ પાણી,અલ્પાહાર જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.મંદિરમાંથી ફેરિયાઓ અને સ્ટોલોને હટાવવામાં આવશે.મંદિરનો વિસ્તાર ચારેબાજુથી ખુલ્લો કરવામાં આવશે અને આસપાસનો વિસ્તાર ટ્રાફિક જામથી મુક્ત રહે તે સુનિશ્ચિત કરાશે.મંદિર વિસ્તારમાં દુકાનો એકસમાન દેખાવની કરવામાં આવશે.આ સિવાય યાત્રાળુઓ માટે વોકવે,એસ્કેલેટર,પહોળા રસ્તા અને પોલીસ પેટ્રોલિંગની જોગવાઈ કરવામાં આવશે.