લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં 3 ઇંચ વરસાદ પડ્યો,આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરાઇ

મુંબઈમાં 24 કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ત્યારે શહેરમાં હળવાથી ભારે છૂટાછવાયા વરસાદના ઝાપટા પડયા હતા.પરંતુ સંપૂર્ણ દિવસ આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાયેલુ હતું.આ સિવાય વરસાદમાં ઘર પડવાની તેમજ શોર્ટસર્કિટ થવાના બનાવ બન્યા હતા.પરંતુ તેમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.આ સિવાય પૂર્વ ઉપનગરના ઘાટકોપર,પવઈ,વિક્રોલી,ભાંડુપ સહિતના વિસ્તારમાં ભારે વરસાદના ઝાપટા પડતાં અમુક ઠેકાણે પાણી ભરાયા હતા.આમ સાંતાક્રુઝમાં ૩ ઇંચ,કોલાબામાં ૧ ઇંચ વરસાદ વરસ્યો હતો.આ સિવાય મુંબઈમાં 27.38 મિ.મિ,પૂર્વ ઉપનગરમાં 76.98 મિ.મિ,પશ્ચિમ ઉનપગરમાં 50.62 મિ.મિ વરસાદ નોંધાયો હતો.