કોરોનાનો પ્રભાવ હળવો થતાં મુંબઈ સહિત સમગ્ર રાજ્યની સ્કૂલો ફરી શરૂ થવા માંડી છે તે દરમ્યાન સ્કૂલ બસ ક્યારે શરૂ થશે તેવો પ્રશ્ન પણ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યો હતો.ત્યારે આગામી 10મી ફેબુ્આરીથી સ્કૂલ બસ પૂર્ણપણે શરૂ થઈ રહી છે.પરંતુ તેની પહેલાંની ફીમાં ૩૦ ટકાનો વધારો કરવાનું સ્કૂલ બસ ઓનર્સ એસોસિએશને નક્કી કર્યું હોવાની માહિતી મળી છે.રાજ્ય સરકારે સ્કૂલ બસનો બે વર્ષનો રોડ ટેક્સ માફ કર્યો છે.પરંતુ વધતી મોંઘવારી,ડિઝલના ભાવ અને નિયમાનુસાર 50 ટકા ક્ષમતા સાથે સ્કૂલ બસ શરૂ કરવાની હોવાથી સંગઠન ૩૦ ટકા ભાવવધારો કરવાનું હોવાની માહિતી મળી છે.મહારાષ્ટ્રમાં આશરે 44 હજાર સ્કૂલ બસ છે, જેમાંની 8 હજાર જેટલી સ્કૂલ બસ મુંબઈમાં છે.પરંતુ બે વર્ષથી સ્કૂલ બસ બંધ હોવાથી સ્કૂલો શરૂ થતાં મેઈન્ટેનન્સ ખર્ચ,કર્મચારીઓના વધતાં પગાર જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ સ્કૂલ બસ શરૂ કરવામાં આવી રહી છે.ત્યારે આ બાબતે સ્કૂલો અને વાલીઓ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved