લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / મુંબઈમાં 1 લીબુનો ભાવ રૂ.7 થી 8 થયો

ઉનાળાની અસહ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે લોકો લીંબુપાણી પીવા માંડયા હોવાથી જાન્યુઆરીની સરખામણીમાં અત્યારે લીંબુના વેચાણમાં 3 ગણો વધારો થયો છે. ત્યારે નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં દરરોજ સરેરાશ 50 ટન લીંબુ વેચાઇ રહ્યા છે.આમ લીંબુની ડિમાન્ડને લીધે ભાવ ઉંચકાયા છે.ત્યારે છૂટકમાં એક લીંબુ રૂ.7 થી 8માં વેચાઇ રહ્યા છે.આમ નવી મુંબઇ એપીએમસી બજારમાં જાન્યુઆરીમાં દરરોજ 15 થી 20 ટન લીંબુ આવતા હતા જ્યારે અત્યારે 50 ટનથી વધુની લીંબુની આવક થઈ રહી છે અને એટલું જ વેચાણ થાય છે.