લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈનો વર્લ્ડ ટ્રી સિટીની યાદીમા સમાવેશ થયો

દેશની આર્થિક રાજધાની મુંબઈએ ફરી એકવાર નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.આમ કૉંક્રિટના જંગલ તરીકે ઓળખાતું મુંબઈ ફરી બીજીવાર વર્લ્ડ ટ્રી સિટી 2022ની યાદીમાં સમાવિષ્ટ થયુ છે.જેમા આર્બર ડે ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી ડૈન લામ્બેએ પાલિકા પ્રશાસનને હિરોટો મિત્સુગી દ્વારા સહી કરાયેલ ટીસીડબ્લ્યુ સર્ટીફિકેટ આપ્યું છે.મુંબઈએ આ એવોર્ડ માટે પાંચ એડીએફના માનાંકનોને પૂર્ણ કર્યાં છે.જેમાં વૃક્ષોની સારસંભાળ માટે જવાબદારીઓનું નિર્ધારણ,શહેરી વનો અને વૃક્ષોની સુવ્યવસ્થા માટેના નિયમો બનાવવા,અપ-ટૂ-ડેટ યાદી બનાવવી કે સ્થાનિક વૃક્ષ સંપત્તિનું મૂલ્યાંકન કરવું,વૃક્ષોના મેનેજમેન્ટ પ્લાન માટે રીસોર્સ પૂરા પાડવા અને નાગરિકોમાં વૃક્ષો પ્રત્યે જાગરૂકતા નિર્માણ કરવા વાર્ષિક કાર્યક્રમોનું આયોજન કરવું સામેલ છે.