Error: Server configuration issue
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદના પગલે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.તેમજ વરસાદ શરૂ થતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનુ શરૂ થયુ હતુ.આમ વર્તમાન સમયમાં મુંબઈની લોકલ ટ્રેનની રફતાર પણ વરસાદના કારણે ધીમી પડી ગઈ છે.ત્યારે મુંબઈમાં હવામાન વિભાગ દ્વારા 9 જૂનના રોજ ભારે વરસાદની આગાહી કરી હતી પણ તે સમયે વરસાદ ગાયબ રહ્યો હતો અને ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની આગાહી કરવામાં આવી ના હોવાછતાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો.આમ વરસાદના પગલે ટ્રાફિક જામ થયો હોવાથી લોકોને નોકરી ધંધે પહોંચાવામાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આમ મુંબઈની સાથે સિંધુદુર્ગ,રત્નાગિરિમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved