લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઇમાં હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો

મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે.ત્યારે રાજ્ય સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે તેની સાથે મહાપાલિકાએ પણ સંક્રમણ રોકવા માટે કઠોર પગલા લેવાની શરૂઆત કરી છે.તે મુજબ પાલિકાએ રવિવારે આવતી હોળી અને ધૂળેટીનો ઉત્સવ ખાનગી અથવા સાર્વજનિક ઠેકાણે યોજવાની મનાઇ કરી છે.આમ આ નિયમનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ મહામારી કાયદો ૧૮૯૭,આપત્તિ વ્યવસ્થાપન કાયદો ૨૦૦૫ તેમજ ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ના કાયદા મુજબ કાર્યવાહી કરશે તેવી સ્પષ્ટતા કરાઇ છે.

આમ મુંબઇમાં મંગળવારે ૩૫૧૨ નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા,જ્યારે ૧૨૦૩ દર્દીઓ કોરોનાથી સાજા થયા હતા.ત્યારે મુંબઇમાં હોળી કે ધૂળેટીના ઉત્સવમાં ઠેકઠેકાણે ભારે ગિરદીની શક્યતા હોવાથી પાલિકા પ્રશાસને સાર્વજનિક તેમજ ખાનગી સ્તરે ઉત્સવ ઉજવવા પર મનાઇ ફરમાવી છે.