લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / મુંબઈ ઈન્ડિયન્સ મહિલા પ્રીમિયર લીગની ફાઈનલમા આવ્યુ

મુંબઈ ઈન્ડિયન્સના નાતાલી સીવેર અને બ્રન્ટે અણનમ 72 રનની ઈનિંગ રમ્યા બાદ ઈસ્સી વોંગે હેટ્રિક સાથે 15 રનમા 4 વિકેટ લેતા યુ.પી વોરિયર્ઝ સામેની મહિલા પ્રીમિયર લીગની એલિમિનેટરમાં જીત મેળવી હતી.ત્યારે મુંબઈ ઈન્ડિયન્સ આગામી 26મી માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે રમશે.જેમાં જીતવા માટેના 183 રનના ટાર્ગેટ સામે યુ.પીની ટીમે ઘુંટણ ટેકવી દીધા હતા અને 17.4 ઓવરમાં 110 રનમા ખખડી ગયા હતા.જે મહિલા પ્રીમિયર લીગની એલિમીનેટરમાં યુ.પી વોરિયર્ઝે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી જે નિર્ણય મુંબઈને ફળ્યો હતો.ત્યારે તેના જવાબમાં યુ.પીએ 3 વિકેટ 21 રનમાં ગુમાવી દીધી હતી.જેમા કિરન નવગીરે 43 રન કર્યા હતા.