લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈ લોકલમા બ્લેક બોક્સ જેવી સિસ્ટમ બેસાડવામાં આવશે

મુંબઈની લાઈફલાઈન માનવામાં આવતી મુંબઈ લોકલમાં આધુનિક તંત્રજ્ઞાન વાપરવાનો નિર્ણય ભારતીય રેલવેએ લીધો છે.જે માટે કેન્દ્રીય બજેટમાં 2.5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.મુંબઈ સબર્બન લોકલમાં વિમાનના બ્લેક બોક્સ પ્રમાણે ઓડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ સિસ્ટમ બેસાડવામાં આવશે.વર્ષ 2022-23ના કેન્દ્રીય બજેટમાં લોકલ ટ્રેનની આ સિસ્ટમ માટે રેલવે મંત્રાલયે આર્થિક ભંડોળની જોગવાઈ કરી છે.જેમાથી સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનોમાં આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.આ સાથે જ લોકલ ટ્રેનની બહારની બાજુએ સીસીટીવી પણ બેસાડવામાં આવશે.મુંબઈ વિભાગમાં વેસ્ટર્ન રેલવેએ અત્યારસુધીમાં 25 ટ્રેનમાં આ સિસ્ટમ બેસાડી છે.જ્યારે અન્ય તમામ ટ્રેનમાં આ સિસ્ટમ બેસાડતાં ડિસેમ્બર મહિના સુધીનો સમય લાગશે.