લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈના લોનાવાલા ખાતે પર્યટકોની ભારે ભીડ જોવા મળી

વીકએન્ડ હોવાથી પર્યટકોને કારણે મુંબઈના લોનાવાલા અને ખંડાલા ફૂલ થઈ ગયા છે.આમ કોરોના સંક્રમણનો ભય વર્તમાન સમયમાં હોવાછતાં પર્યટકોની મોટી સંખ્યા લોનાવાલા,ખંડાલા સહિતના લાયન્સ પોઈન્ટ ખાતે જોવા મળી રહી છે.જેમાં લોનાવાલાની અર્થવ્યવસ્થા મુખ્યત્વે ટૂરીઝમ પર નિર્ભર હોય છે.પરંતુ કોવિડ મહામારીમાં લોનાવાલા ખાતેના પર્યટન સ્થળો,હોટેલો,રિસોર્ટ્સ બંધ રહ્યા હતા.જેના કારણે ચિકી ઉત્પાદકો,નાના-મોટા વેપારીઓ,ટૂરીસ્ટ વ્યવસાય પર નભતા લોકો બેરોજગાર બન્યા હતા.આમ કોવિડની બીજી લહેરની સાથે તેમને મંદીની લહેરનો પણ સામનો કરવો પડી રહ્યો હતો.આમ વર્તમાનમાં લોનાવાલા તેમજ ખંડાલામાં જોરદાર વરસાદ વરસી રહ્યો હોવાછતાં વરસાદનો ધોધ જોવા પર્યટકોની મોટી ભીડ ઉમટી છે.