લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી થઈ,સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો

ભારતમાં નૈઋત્ય ચોમાસાનું આગમન ત્રણ દીવસ મોડુ થયુ હોવાછતાં વરસાદે મુંબઈમાં પ્રવેશ કરી લીધો છે.આમ સોમવાર સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દેશના આર્થિક પાટનગર મુંબઈમાં નૈઋત્ય ચોમાસુ બેસી ગયુ હોવાની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તે સાથે વ્હેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સંખ્યાબંધ ભાગોમાં પાણી ભરાવા સાથે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.જેમાં માર્ગો તથા રેલ્વે ટ્રેક પર પાણી ફરી વળ્યા છે.જેના કારણે રેલ્વે દ્વારા એલર્ટ જારી કરાયું છે.આમ મુંબઈના સાયન,અંધેરી,હિન્દમાતા,દાદર સહિતના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.આમ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ મુંબઈગરાઓ અટવાઈ ગયા હતા.આ સિવાય રેલ્વે ટ્રેક પાણીમાં ડુબતા લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ હતી.ત્યારે દરિયામાં પણ હાઈટાઈડની ચેતવણી આપવા સાથે કોર્પોરેશનને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.મુંબઈમાં સામાન્ય રીતે 10મી જૂને ચોમાસાનો પ્રવેશ થતો હોય છે.તેવા સમયે આ વર્ષે એક દીવસ વહેલું આવી ગયુ છે.આમ વરસાદના પગલે સરકારે જર્જરીત ઈમારતો તથા જોખમી સ્થાનો ખાલી કરવાનો આદેશ કર્યો હતો.દરિયાકાંઠે જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.11 થી 15 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.બંગાળની ખાડીમાં સંભવિત ડીપ્રેશન સીસ્ટમ ચોમાસાને વધુ જોર આપે તેવી શકયતા હોવાથી ગુજરાતમાં ચોમાસાનું વહેલું આગમન થઈ જવાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.