રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો કાર્યક્રમ બહાર પડાયો છે.જેમાં વોર્ડની બાઉન્ડ્રીની અંતિમ યાદી આગામી 2 માર્ચ 2022ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે.જેથી પાલિકાની ચૂંટણી વિલંબથી યોજાશે.ત્યારે આવતા મે મહિનાના મધ્યમાં ચૂંટણી યોજાઈ તેવી શક્યતા છે.આમ આગામી 8 માર્ચ 2022ના રોજ મુંબઈ મહાનગરપાલિકાની ટર્મ પૂરી થાય છે.જો ચૂંટણી 8 માર્ચ પહેલાં જાહેર થાય તો વર્તમાન નગરસેવકોનું પદ કે કાર્યકાળ પૂરું થઈ જશે અને સત્તા પાલિકાના કમિશનરને સોંપવામાં આવશે.વર્ષ ૨૦૧૭માં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ફેબુ્આરીના મધ્યમાં યોજાઈ હતી અને વોર્ડના આરક્ષણ બાબતેની લોટરી ઓક્ટોબર 2016માં કરાઈ હતી.અત્યારે આ પ્રકારની પ્રક્રિયા બાકી છે.જેમાં વાંધા વચકાની પ્રક્રિયા બાદ 2 માર્ચ 2022ના રોજ વોર્ડનું અંતિમ સીમાંકન પ્રસિધ્ધ થશે.જેમાં નગરસેવકોની આરક્ષણની બેઠક દર પાંચ વર્ષે લોટરી થકી ફેરફાર થાય છે.2 માર્ચના રોજ બોર્ડ સીમાંકન જાહેર થયા બાદ વોર્ડના આરક્ષણની લોટરી 15 દિવસમાં થશે.ત્યારબાદ ચૂંટણીની તારીખ જાહેર થશે અને 45 દિવસ આચારસંહિતા લાગુ પડશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved