લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઇ મહાપાલિકાનાં તમામ રસીકરણ કેન્દ્રો બંધ રહેશે

મહારાષ્ટ્ર દિન નિમિત્તે સાર્વજનિક રજા હોવાથી મુંબઇ મહાનગરપાલિકાના તમામ કોરોના રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીકરણ બંધ રહેશે.જ્યારે 2જી મેથી કોરોના રસીકરણ કેન્દ્રો ફરી પૂર્વવત થઈ જશે.આમ મુંબઈ મહાનગરપાલિકાના 24 રસીકરણ કેન્દ્રો છે.જે રસીકરણ કેન્દ્રો પર કોરોના રસીનો પ્રથમ,બીજો તેમજ બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.ત્યારે બે દિવસ પહેલાં જ ઈન્કોવેટિવ એ નાક વાટે અપાતી રસી 60 વર્ષથી ઉપરના નાગરિકોને બૂસ્ટર ડોઝ તરીકે આપવાની શરૂઆત કરવામાં આવી છે.જેનો બે દિવસમાં મુંબઈ શહેરના 67 જેટલા સિનીયર સિટીઝનોએ લાભ લીધો છે.