યમુના એક્સપ્રેસ-વે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી દિલ્હી નજીક નોઈડા ગ્રેટર નોઈડા વિસ્તારમાં મુંબઈની જેમ ફાઇનાન્સિયલ સેવા કંપનીઓના રૂપમાં એક ફાઇનાન્સ સિટી સ્થાપશે.આ માટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંમતિ આપી છે.આમ મુંબઇની જેમ યમુના વિકાસ ઓથોરિટી દ્વારા સેક્ટર-10માં ફિન સિટી અથવા ફાઇનાન્સ સિટી સ્થાપવાની યોજના તૈયાર કરવામાં આવી છે.જેમાં 1200 એકર જમીન પર આવેલી ફિન સિટીમાં દેશભરની નાણાકીય સંસ્થાઓને પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવામાં આવશે.આમ નોઇડા એરપોર્ટને કારણે યમુના ઓથોરિટી વિસ્તારમાં નાણાકીય પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે.જેમાં ફિલ્મ સિટીના આગમનથી તેમા વધારો થશે.આમ આ ફિન સિટીમાં તમામ બેંકોની કોર્પોરેટ ઓફીસ,નાણાકીય સંસ્થાઓ,શેરબજાર,સ્ટોક એક્સચેંજ,કોમોડિટી બજારો સાથે જોડાયેલ ઓફિસોને જમીન આપવામાં આવશે.આમ આ સિવાય આંતરરાષ્ટ્રીય કક્ષાના સંમેલન કેન્દ્ર પણ બનાવવામાં આવશે.આ ફિન સિટીમાં 20 હજાર કરોડ રૂપિયાના રોકાણની અપેક્ષા છે અને 50 હજાર યુવાનોને રોજગારી મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved