લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈના વસઇ,વિરાર અને નાલાસોપારામાં પાણીના ધાંધિયા જોવા મળ્યા

મુંબઈના વસઇ-વિરાર તેમજ નાલાસોપારામાં છેલ્લા 10 દિવસથી પાણીના ધાંધિયા તેમજ પડયા પર પાટુની જેમ ટેન્કરવાળાએ વધારેલા ભાવ સામે લોકોનો રોષ ભભૂકી રહ્યો છે.જેના કારણે સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને વસઇ-વિરાર પાલિકાના પાણી ખાતાની ઓફિસ ઉપર મોરચો લઇ ગયા હતા.આમ આ વિસ્તારના લોકોએ ફરિયાદ કરી હતી કે અમુક વિસ્તારમાં પાણી આવતું જ નથી,જ્યારે કેટલાક વિસ્તારોમાં બહુ ઓછા દબાણ સાથે પાણી આવે છે. જેના કારણે નછૂટકે ટેન્કરનું પાણી મગાવવું પડે છે ત્યારે ટેન્કર માલિકો મોકાનો ગેરલાભ લઇ વધુ પૈસા લે છે.