લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈની સ્કૂલો તકેદારી સાથે ફરીથી ખુલી જવા પામી

મુંબઈમા કોરોના સંકટની વચ્ચે ધો.1 થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખુલી ગઈ છે.જેમાં સરકારી અને ખાનગી સ્કૂલોને ઓફલાઈન કલાસ આયોજિત કરવાની પરવાનગી મળી ગઈ છે.આમ મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમા ફરીથી કોરોનાના કેસ વધતા 4 જાન્યુઆરીથી સ્કૂલો ફરી બંધ કરવામાં આવી હતી. ત્યારે અંદાજે 15 દિવસ બાદ ફરીથી મુંબઈમાં સ્કૂલો ખોલવામા આવી છે.ત્યારે શાળામાં પ્રોટોકોલ અને સેફટી બાબતે બીએમસી સતર્ક છે અને ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. આમ ધારાવી સહિત મુંબઈની પ્રી-પ્રાયમરી,પ્રાયમરી સ્કૂલોમા બાળકોનુ આરતી ઉતારીને તેમજ ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે બાળકો ગભરાઈ ન જાય તે માટે તેમનું તાપમાન પણ ચકાસવામાં આવ્યું હતું.તેમજ બાળકોને સોશ્યલ ડિસ્ટલિંગનું પાલન કરાવી કતારમાં કલાસરૂમ સુધી મોકલ્યા હતા. એક કલાસરૂમમાં માત્ર 15 બાળકો અને એક બેન્ચ પર એક જ વિદ્યાર્થીને બેસવાની પરવાનગી આપવામાં આવી હતી.