મુંબઈમાં બેસ્ટ ઉપક્રમની બસોના અકસ્માતમાં બાઈકસવાર,રાહદારીઓ તેમજ ક્યારેક પ્રવાસીઓએ પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.ત્યારે છેલ્લા 8 વર્ષમાં બેસ્ટ બસના 134 જેટલા અકસ્માતમાં 137 જેટલા લોકોના મૃત્યુ થયા છે.જેમાં ઈ.સ 2015-16 ની તુલનાએ 2022-23માં અકસ્માત,મૃત્યુ તેમજ ઘાયલોની સંખ્યામાં ઘટાડો થયો છે.જેમાં રેલવે બાદ મુંબઈની લાઈફલાઈન તરીકે બેસ્ટને જોવામાં આવે છે.જેમા બેસ્ટના દૈનિક પ્રવાસીઓની સંખ્યા 35 લાખ છે.ત્યારે આ પ્રવાસીઓ માટે વિવિધ પ્રકારની બસો તેમજ તેમની સંખ્યા પણ વધારવાના પ્રયાસો બેસ્ટ પ્રશાસન દ્વ્રારા થઈ રહ્યાં છે.ત્યારે આ અકસ્માતોમાં ડ્રાઈવર દ્વારા વધુ ઝડપે બસ ચલાવવી,ઓવરટેક કરવું,ફોનમાં વાત કરવી જેવા અનેક કારણો જવાબદાર છે.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved