લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમાં ડિજિટલ બસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી

મુંબઈમાં દરરોજ લાખો લોકો બેસ્ટ બસમાં મુસાફરી કરે છે અને પોતાના નિયત સ્થળો પર પહોંચે છે.ત્યારે મુંબઈમાં ચાલનારી બેસ્ટ બસની બસો મુસાફરી કરવાની રીતમાં ઝડપી તેમજ સસ્તી પણ છે.ત્યારે આગામી સમયમાં બેસ્ટની બસો દ્વારા લોકોની મુસાફરીને આરામદાયક બનાવવા માટે નવી-નવી યોજનાઓ બનાવવામાં આવી રહી છે.ત્યારે તેના અંતર્ગત વરલી વિસ્તારમાં ડિજિટલ બસ સ્ટોપની શરૂઆત કરવામાં આવી છે.વરલી બસ સ્ટોપ પર મુસાફરોની સુવિધાઓ માટે લાઈબ્રેરી બનાવવામાં આવી છે જ્યાં તેઓ પુસ્તકોને વાંચી શકે છે.સાથે બસ સ્ટોપ પર સીસીટીવી કેમેરા અને ચાર્જિંગ પોઈન્ટની સુવિધા પણ આપવામાં આવી છે.આ સિવાય બસ સ્ટોપ પર મહિલા મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન આપવામાં આવ્યુ છે.જેમાં મહિલાઓ સેફ્ટી એલાર્મનો ઉપયોગ કરી શકે છે.આ સિવાય મહિલાઓની સુરક્ષા માટે બસ સ્ટોપ પર ગાર્ડને રાખવામાં આવ્યા છે.આ સિવાય સ્ટોપ પર ક્યૂઆર કોડ પણ લગાવવામાં આવ્યા છે.જેનો મુસાફર ઉપયોગ કરીને સ્ટોપની આસપાસના સ્થળો તેમજ હાજર શૌચાલયોની જાણકારી મેળવી શકે છે.