મુંબઈમાં વધુ બે દિવસો સુધી ગરમી અને લૂનું વાતાવરણ રહેશે તેમજ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી જશે.જેમાં આકરી ગરમીના કારણે મુંબઈના લોકોની હાલત બેહાલ બની છે.વધતી ગરમીથી શહેરમાં પક્ષીઓ અને જાનવરોને પાણી ન મળવાથી ઘણા સ્થળોએ તેમના મૃત્યુ થાય છે.માર્ચ મહિનાના અંતમાં પશ્ચિમી હવાઓના કારણે લોકોએ સામાન્ય ઠંડકનો અનુભવ કર્યો છે જેનાથી તાપમાનમાં ઘટાડો આવ્યો પરંતુ વર્તમાનમા આપણે પૂર્વી હવાઓનો સામનો કરી રહ્યા છીએ જે ગરમ તાપમાન લાવે છે.આમ મુંબઈમાં એપ્રિલ અને મે મહિનાઓમાં હાઈ હ્યૂમિડિટીનો સામનો કરવો પડે છે જે તાપમાનમા વધારો કરે છે.જેમા ગરમીના કારણે પશુ-પક્ષીઓને પણ ડિહાઈડ્રેશનનો સામનો કરવો પડી રહ્યો છે અને જો સમયસર મદદ કરવામાં નહીં આવે તો તેના કારણે મોત પણ નીપજી શકે છે.નાગરિક તરીકે કોઈ પણ તેમની માટે પાણી બહાર મૂકી શકે છે પરંતુ આ જવાબદારીથી કરવુ જોઈએ,પાણી સ્વચ્છ હોવુ જોઈએ અને નિયમિત રીતે બદલાવુ જોઈએ.
Error: Server configuration issue
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved