લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈમા સિનિયર સિટીઝન અને હોસ્પિટલ સ્ટાફ માટે માસ્ક ફરજિયાત કરાયા

દેશમાં અને મુંબઈમાં કોરોનાની ચોથી લહેરની આશંકાને પગલે બી.એમ.સીએ મુંબઈમાં 60 વર્ષથી વધુ વયના નાગરિકોને ભીડવાળા સ્થળો પર માસ્ક પહેરવાનું કહ્યુ છે. આ સાથે હોસ્પિટલોમા કામ કરનારો ડોક્ટર,મેડીકલ ટીમ,કર્મચારીઓ,દર્દીઓ,વિઝીટર્સ સહિતના લોકો માટે માસ્ક ફરજીયાત કરી દેવામા આવ્યા છે.જેમાં બી.એમ.સીની સાથે ખાનગી હોસ્પીટલોમાં બેડ રિઝર્વ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.જેમા મોટાભાગનાં કોરોના દર્દીઓ તો ઘરે રહીને જ સારવાર કરાવી રહ્યા છે.જેને જોતા બીએમસી ઝડપથી હોમ કવોરંટાઈનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરશે.