લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈ ટુ ગોવા ભારતની પ્રથમ લકઝરી ક્રુઝ લાઈનરનું આગામી 18 સપ્ટેમ્બરે લોન્ચીંગ કરાશે

ભારતીય રેલ્વે ખાણીપીણી અને ટુરીઝમ નિગમ ટ્રેન અને હોટલ બાદ ક્રુઝ લાઈનર શરૂ કરશે. જેમાં કંપની એક ખાનગી કંપની કાર્ડેલિયા ક્રુઝ સાથે મળીને આગામી 18 સપ્ટેમ્બરથી ભારતની પ્રથમ સ્વદેશી વૈભવી ક્રુઝ લાઈનર લોન્ચ કરશે. જે મુંબઈથી ઉપડશે અને ગોવા જશે. જ્યારે મુંબઈથી બીજી ક્રુઝ આગામી 25 સપ્ટેમ્બરે ગોવા માટે રવાના થશે. જે ક્રુઝલાઈનરમાં લગભગ 2000 જેટલા મુસાફરોની ક્ષમતા છે. આ ક્રુઝમાં સ્વિમિંગ પુલ,બાર,જીમ,ઓપન સિનેમા,થિયેટર અને રેસ્ટોરન્ટ છે. તેમજ બાળકો માટે રમવા માટે અલગ જગ્યા તેમજ તમામ કોવિડ 19 માર્ગદર્શિકાને અનુસરીને એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. જેમાં નિષ્ણાંતોની ટીમ પણ હશે.