લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મુંબઈ થી ગોવા જવાના સમયમાં ઘટાડો થશે

મુંબઈ શહેરને નવી મુંબઈથી જોડતો બ્રિજ 22 કિલોમીટર લાંબો છે.મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ આ પ્રોજેક્ટને વર્ષ 2023 સુધીમાં પુર્ણ કરવાની યોજના બનાવી છે.ત્યારે આ કામ પુરુ કરવા માટે 9000 કામદારો મુકવામાં આવ્યા છે.મુંબઈ ટ્રાંસ-હાર્બર લિંક પર ગાડીઓ દોડવાની શરૂ થઈ જશે ત્યારબાદ મુંબઈથી ગોવા પહોચવા માટે પહેલા કરતાં 2 કલાક ઓછા સમયમાં પહોચી શકશે.આ બ્રિજ દક્ષિણ મુંબઈના સેવરીથી શરૂ થાય છે અને એલીફન્ટા આઈસલેન્ડના થાણે ક્રીક નોર્થને પાર કરી ચાર્લી પાસે પુરો થાય છે.આમ આ 6 લેનનો એક્સપ્રેસ મુંબઈનું ભવિષ્ય બદલી નાખશે.આ એક્સપ્રેસવે બની ગયા પછી તેનો ફાયદો મુંબઈને જ નહી પરંતુ ગોવા જનારા લોકોને પણ રહેશે.