મુંબઈ યુનિવર્સિટીના કલિના કેમ્પસના 5 હજાર વૃક્ષોને ક્યુઆર કોડ બેસાડવામાં આવ્યા છે. જેના દ્વારા વૃક્ષનું નામ,વૈજ્ઞાનિક સંજ્ઞા,ગુણધર્મ,ઔષધિય તેમજ અન્ય ઉપયોગની સવિસ્તાર વિગત જોઈ શકાશે. જેમાં યુનિવર્સિટીના ભૂગોળ અને લાઈફ સાયન્ના વિભાગે અગ્રિમતા લઈ આ ઝાડની નોંધ કરી છે.આ સાથે યુનિવર્સિટીના કેમ્પસમાં મળતાં પક્ષી,કીટક વગેરેની નોંધ પણ કરાઈ છે.રાષ્ટ્રીય વિજ્ઞાન દિન નિમિત્તે મુંબઈ યુનિવર્સિટીના ભૂગોળ લાઈફ સાયન્સ અને એનએસએસ માસ્ટર્સ વિભાગના સમન્વયથી ‘જૈવવિવિધતા અહેવાલ’ તૈયાર કરવામાં આવ્યો હોવાથી તેમાં 5357 વૃક્ષોનું જીઓ ટેગિંગ કરી તેમના પર ક્યુઆર કોડ કરવામાં આવ્યાં છે. જેના દ્વારા યુનિવર્સિટીમાં એ વૃક્ષ ક્યાં છે,તેનું બોલી ભાષામાં શું નામ છે,તેનો ઉપયોગ વગેરેની માહિતી મળે છે. આ ઉપરાંત વૃક્ષની કાર્બન ગ્રહણ કરવાની ક્ષમતા પણ જાણી શકાય છે.જેના માટે લીવ ગ્રીન નામનું એપ્લિકેશન તૈયાર કરાયું છે.વૃક્ષોને લગાડાયેલ ક્યુઆર કોડના છાપકામ માટે વિદ્યાર્થી વિકાસ વિભાગ અને કેએલઈ કોલેજે આર્થિક સહાય કરી છે.જેની માહિતી સંકલન માટે 24 વિદ્યાર્થીઓએ મહેનત કરી હતી. આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ પણ નિસર્ગ શાસ્ત્રજ્ઞા બનતાં જણાયા હતા.યૂનેસ્કોના ‘શાશ્વત વિકાસ માટે શિક્ષણ’ ધોરણનો અનુભવ સંબંધિતોને થયો. આ કાર્યમાં લાઈફ સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટનો પણ સક્રિય સહભાગ રહ્યો હતો.આમ યુનિવર્સિટીમાં કુલ 137 પ્રજાતિના વૃક્ષો છે. જેમાં 685 જેટલાં સોનમોહર,551 આંબા,339 આસોપાલવ,318 નાળિયેરી,298 કડવા લીમડાના,189 આફ્રિકન ટયુલિપ, 131 ગુલમહોરના વૃક્ષો છે. આ ઉપરાંત કોકમ અને રક્તચંદનના વૃક્ષો પણ જોવા મળે છે. વળી, પાંચ પ્રકારના બગલા,બૂલબૂલ,મૈના,પોપટ, કોયલ સહિત 64 પ્રજાતિના પંખીની નોંધ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved