લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મ્યાનમારમાં ચક્રવાત મોચાને કારણે 81 લોકોના મોત થયા

મ્યાનમારમાં ચક્રવાત મોચાએ તબાહી મચાવી છે.જેના કારણે શહેરોમાં ભારે તબાહી થઈ છે.130 માઈલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનને કારણે રાજધાની સિત્તવેના કેટલાક ભાગોમાં પૂર આવ્યુ હતું.આ ચક્રવાતને કારણે અત્યારસુધી 81 લોકોના મોત થયા છે,જ્યારે 100થી વધુ લોકો લાપતા થયા છે.મ્યાનમારમાં આવેલા ચક્રવાતને કારણે અનેક સ્થળોએ તબાહી થઈ છે.જેમા લઘુમતી વસતી ધરાવતા બુ મા અને નજીકના ગામોમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે.આ ઉપરાંત રખાઈનની રાજધાની સિત્તવેની ઉત્તરે, રાથેદાઉંગ ટાઉનશીપના ગામમાં આશ્રમ તૂટી પડતાં 13 લોકોના મોત થયા હતા અને બાજુના ગામમાં એક મકાન ધરાશાયી થતાં એક મહિલાનું મૃત્યુ થયું હતુ.મધ્ય પૂર્વ એશિયાના દેશ યમન દ્વારા શક્તિશાળી તોફાનને મોચા નામ આપવામાં આવ્યું છે.મોચા યમનનુ શહેર છે જેને મોચા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ શહેર કોફીના વેપાર માટે જાણીતું છે.