લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / મ્યાંમારમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં 80થી વધુ પ્રદર્શનકારીઓના મોત થયા

મ્યાંમારના સુરક્ષા દળોએ સૈન્ય તખ્તાપલટના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા લોકો પર ફરી એકવખત મોટી કાર્યવાહી કરી હતી.જે કાર્યવાહીમાં 80થી વધુ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે.જેમાં સુરક્ષા દળોએ પ્રદર્શનકારીઓને વિખેરવા માટે રાઈફલ ગ્રેનેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેમાં યંગૂનથી આશરે 100 કિમી દૂર પૂર્વોત્તરમાં આવેલા બાગો ખાતે સરકારી સુરક્ષા દળો અને પોલીસે કાર્યવાહી કરી હતી.આમ સુરક્ષા દળોએ સપ્તાહમાં ત્રીજી વખત પ્રદર્શનકારીઓ પર ઘાતક બળપ્રયોગ કર્યો છે.જેમાં પ્રદર્શનકારીઓ સૈન્ય તખ્તાપલટના વિરોધની સાથે લોકશાહીના સમર્થક નેતા આંગ સાન સૂકીને મુક્ત કરવાની માંગણી કરી રહ્યા હતા.આમ મ્યાંમારમાં 1લી ફેબ્રુઆરી બાદ સૈન્ય શાસનનો વિરોધ કરી રહેલા લોકો પર સુરક્ષા દળો સતત કાર્યવાહી કરતા આવ્યા છે.જેમાં પ્રદર્શનકારીઓ પરની સૈન્ય કાર્યવાહીમાં અત્યારસુધીમાં 614 જેટલા લોકો માર્યા ગયા છે.