લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / રાજ્યના નડિયાદમાં પોણા ત્રણ,જ્યારે આણંદમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો

રાજ્યના ખેડા જિલ્લામાં જન્માષ્ટમી બાદ મેઘરાજાની મહેર બીજા દિવસે પણ થયાવત જોવા મળી હતી. ત્યારે નડિયાદ શહેરમાં રાત્રે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા ચારેબાજુ પાણી ભરાઇ ગયા હતા તેમજ નિચાણવાળા વિસ્તારમા પાણી ભરાઇ ગયા હતા. તેમજ માતર અને વસોમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આમ વરસાદ વરસવાને કારણે નડિયાદ શહેરના ગરનાળા પણ પાણીથી ભરાઇ ગયા હતા. જેથી સવારે લોકોને અવરવજરમાં મુશકેલી પડી હતી.કઠલાલમાં અડધો ઇંચ,કપડવંજમાં પોણો ઇંચ,ખેડામાં પોણો ઇંચ,મહુધામાં અડધો ઇંચ,મહેમદાવાદમાં ૯ મિમી, માતરમાં ૪૦ મિમી,વસોમાં ૪૦ મિમિનો સમાવેશ થાય છે.